હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ની પ્રથમ બેઠક યોજાઈ
પાટણ, 31 માર્ચ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સંલગ્ન સ્વનિર્ભર કોલેજોમાં યોગ્ય ફી માળખું નક્કી કરવાનો હતો. કુલપતિ પ્રો. ડો. કે.સી. પોરીયાએ જણાવ્ય
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ની પ્રથમ બેઠક યોજાઈ


પાટણ, 31 માર્ચ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સંલગ્ન સ્વનિર્ભર કોલેજોમાં યોગ્ય ફી માળખું નક્કી કરવાનો હતો. કુલપતિ પ્રો. ડો. કે.સી. પોરીયાએ જણાવ્યું કે, ફીના ધોરણ માટે કમિટીની રચના કરવામાં આવી છે.

બેઠકમાં ફીના માળખામાં સુધારા-વધારા, કોલેજોના સૂચનો અને તેમની માગણીઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. કોલેજોથી છેલ્લા ત્રણ વર્ષના ઓડિટેડ હિસાબો, વર્તમાન ફી અને તેઓ સૂચવતા નવા માળખાની માહિતી મંગાવવામાં આવી છે.

કમિટી સભ્યોમાં નિવૃત્ત જજ, બેંક ઓફ બરોડાના નિવૃત્ત જનરલ મેનેજર, જીટીયુના ભૂતપૂર્વ કુલપતિ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ યુનિવર્સિટીના અધિકારીઓનો સમાવેશ થાય છે. યોગ્ય નિર્ણય આગામી શૈક્ષણિક વર્ષ પહેલા લેવાશે જેથી કોલેજોની ગુણવત્તા જળવાઈ રહે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande