જામનગરના ધ્રોલના લતીપર ગામે વેપારી ઉપર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ : એક શખ્સ સામે ગુનો નોંધાયો
જામનગર, 31 માર્ચ (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લતીપર ગામ ખાતે મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. અને જૂની અદાવતના કારણે એક વેપારી બુઝુર્ગ ઉપર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો છે. જે મામલે એક શખ્સ સામે બી.એન.એસ. કલમ 1
હુમલો


જામનગર, 31 માર્ચ (હિ.સ.) :

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લતીપર ગામ ખાતે મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. અને જૂની અદાવતના કારણે એક વેપારી બુઝુર્ગ ઉપર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો છે. જે મામલે એક શખ્સ સામે બી.એન.એસ. કલમ 118(1), 118(2), 115(2), 352 તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે વહેલી સવારે લતીપર ગામે ફરિયાદી લક્ષ્મણભાઈ ધરમશીભાઈ મેદપરા (ઉ.વ. 65), રહે. સ્કૂલ પાસે, લતીપર ગામ, પોતાની “ભારત પાન” નામની દુકાન પર હાજર હતા. તે દરમિયાન આરોપી ચેતનભાઈ વસંતભાઈ ઘોરેચા, (રહે. લતીપર ગામ), અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી ત્યાં આવી પહોંચ્યો હતો.

આરોપીએ ફરિયાદીને ગાળો આપી ઉશ્કેરાઇ જઈ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીના ડાબા હાથમાં બે ઘા તેમજ માથામાં ત્રણ ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે હાથમાં ફ્રેક્ચર તથા માથામાં માઇનર હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ અગાઉ પણ ફરિયાદી પરિવાર સાથે ઝઘડો કર્યો હતો અને તેનું મનદુઃખ રાખી આ હુમલો કર્યો હતો. ઉપરાંત, આ ઘટનાથી જાહેર શાંતિ ભંગ થવા પામી હતી તથા હથિયારબંધ જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. ધ્રોલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ હુમલાખોર આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande