
ગાંધીનગર, 04 માર્ચ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને રંગ ઉમંગના ઉત્સવ હોળી-ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી છે. આ ઉત્સવ જન-જનના જીવનને ખુશી, સમૃદ્ધિ અને ઉલ્લાસના રંગોથી તરબતર કરી દે તેવી શુભકામનાઓ તેમણે વ્યક્ત કરી છે.
હોળીનું આ પર્વ અસત્ય પર સત્યના વિજયનું પર્વ છે. આ તહેવાર સૌના જીવનમાં રાગ-દ્વેષ ભૂલીને એકબીજાને સ્નેહથી મળવાનો અને સામાજિક સમરસતાનો સંદેશ આપે છે તેમ તેમણે હોળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રંગોત્સવ પર્વે સૌ નાગરિકોને પાઠવેલા શુભેચ્છા સંદેશમાં એવો અનુરોધ પણ કર્યો છે કે, સૌ સાથે મળીને આ રંગોત્સવને એવી રીતે ઉજવે કે પર્યાવરણનું પણ જતન થાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ