

પાટણ, 04 માર્ચ (હિ.સ.)હારીજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ધુળેટી પર્વની ઉજવણી શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં યોજાઈ હતી. નગરની વિવિધ શાખાઓના આશરે 150થી વધુ નાના-મોટા સ્વયંસેવકો એકત્રિત થઈ આ ઉત્સવમાં જોડાયા હતા.
ઉજવણી દરમિયાન કોથળા દોડ, સતોડીઓ અને વોલીબોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વયંસેવકોએ એકબીજા પર સૂકા રંગો ઉડાવી ધુળેટીની આનંદમય ઉજવણી કરી હતી અને બાદમાં સ્વિમિંગ પૂલમાં સ્નાનનો પણ આનંદ લીધો હતો.
કાર્યક્રમના અંતે તમામ સ્વયંસેવકોએ ધાણી-ખજૂરનો પ્રસાદ ગ્રહણ કર્યો અને પરસ્પર શુભેચ્છાઓ સાથે વિદાય લીધી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ