
ગીર સોમનાથ, 4 માર્ચ (હિ.સ.) : શૈલજીજી શાંતિકુંજના પત્રના સંદેશ પ્રમાણે જન્મ શતાબ્દી મહોત્સવ વૈરાગી પૂર્ણ થયા પછી ગંગા નીગોદ હિમાલયની છાયા સપ્તર્ષિઓ તથા ભગવાન સદાશિવ માં ભગવતી પાર્વતી તપ સંકલ્પની ભુમિમા સૌ પરિજનો દ્વારા સૃજન સંકલ્પ લેવામાં આવ્યા છે. તે સુનિશ્ચિત ભવિષ્યમાં સતયુગના ધરતી પર અવતરણ માટે મીલના પથ્થર પુરવાર થશે. સંકલ્પો નિર્ધારણના આધાર પર કેન્દ્ર શાંતિકુંજ દ્વારા ભવિષ્યની કાર્ય યોજના આકાર લઈ રહી છે જેના માટે દરેક જિલ્લામાં જિલ્લા સંગઠન ટ્રસ્ટ મંડળ પ્રજ્ઞા સંસ્થાન મહિલા મંડળ યુવા મંડળ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા જેવા સંગઠનના તમામ યુનિટો માં થી એક એક સદસ્ય પસંદ કરી જિલ્લા સ્તરે શતાબ્દી અનુયાજ કાર્યક્રમ સમિતિ બનાવી તેની સહમતી માટે ચિન્મય ભૈયાને મોકલવાની હોય જિલ્લાના તમામ ભાઈઓ અને બહેનોને ધર્મ સંસદ બેઠકમાં હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ