
ગીર સોમનાથ 04 માર્ચ (હિ.સ.) જીલ્લામાં લોકોની આરોગ્યની ચિંતા રાખી ખાધ પદાર્થમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો વિરુધ્ધ સખત કાર્યવાહી કરવાનિલેશ જાજડીયા પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢનાઓ તથા જયદિપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક ગીરસોમનાથ નાઓએ આપેલ સુચના મુજબ, ઉપરોકત સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ આર.એચ.સુવા નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફના એ.એસ.આઇ. જીગ્નેશગીરી અમૃતગીરી તથા પો.કોન્સ. કલ્પેશભાઇ કાનાભાઈ નાઓની સંયુકત બાતમી આધારે FSO (ફૂડ સેફ્ટી ઓફિસર) ગીર સોમનાથ નાઓ સાથે તાલાળા તાલુકાના હડમતીયા ગીર ગામની સીમમાં પ્રવીણભાઇ ગોકળભાઇ ભંડેરીના કબ્જા ભોગવટાની વાડીએ રૂચીલ એગ્રો ફૂડ પ્રોડક્ટ નામના પ્લાટન્ટમાં રેઇડ દરમિયાન કેરીનો રસ બનાવવાના પ્લાટન્ટમા તથા તાલાળા મુકામે તેમના ગોડાઉનમાં તપાસ કરતા કેરીના રસનો બે વર્ષ જુનો અખાધ જથ્થો જે તાજેતરની લગ્નની સીઝનમાં વેચાણ કરવા રાખેલ હોય જે આશરે આશરે ૧૬૦૦૦ લીટર જેટલો કેરીના રસનો પડતર અને ભેળસેળ યુક્ત અખાધ જથ્થો હોવાની શકયતા વાળો મળી આવેલ જેને સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર પાસે ઘટતી કાર્યવાહી કરાવવા માટે જે-તે સ્થિતીમાં સીઝ કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ