સોમનાથમાં ભૈરવદાદાના સાનિધ્યમાં પ્રાગટય હોળીની ઉપર ગોઠવેલ ધજા કઈ દિશામાં જાય છે, તેના ઉપરથી આગમી વર્ષ કેવું જશે તેની ધારણા બંધાય છે
ગીર સોમનાથ 04 માર્ચ (હિ.સ.) સોમનાથના રામરાખ ચોક તથા પાટચકલા એમ બે સ્થળોએ પ્રતિમા બનાવાયેલ છે હોળીની આગલી રાત્રે ગામના યુવાનો પરંપરાગત રીતે માટીની ભૈરવનાથ દાદા ની મૂર્તિ બનાવે છે જે તૈયાર થયા બાદ રંગબેરંગી સોનેરી ચમકતા કાગડોથી તેને શણગારવામાં આવેલ છ
હોળીની ઉપર ગોઠવેલ ધજા કઈ દિશામાં જાય છે તેના ઉપરથી આગમી વર્ષ કેવું જશે તેની ધારણા


ગીર સોમનાથ 04 માર્ચ (હિ.સ.) સોમનાથના રામરાખ ચોક તથા પાટચકલા એમ બે સ્થળોએ પ્રતિમા બનાવાયેલ છે હોળીની આગલી રાત્રે ગામના યુવાનો પરંપરાગત રીતે માટીની ભૈરવનાથ દાદા ની મૂર્તિ બનાવે છે જે તૈયાર થયા બાદ રંગબેરંગી સોનેરી ચમકતા કાગડોથી તેને શણગારવામાં આવેલ છે વહેલી સવારથી જ આ પ્રતિમાના દર્શન પૂજન માનતા કરવા લોકો ઉમટે છે અને આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાંજના સમય બાદ આ મૂર્તિ સાનિધ્ય હોળી પ્રગટાવવામાં આવેલ અને હોળી પ્રગટાવ્યા બાદ હોળીમાં દાણીધારીયા હોમી તેમજ કળશમાં પાણી ભરી તેની આડે શ્રીફળ રાખી હોળીની જળ રેડતા રેડતા પ્રદક્ષિણા કરે છે. અને હોળી પ્રગટ થતા હોળીની ઉપર ગોઠવેલ ધજા કઈ દિશામાં જાય છે તેના ઉપરથી આગમી વર્ષ કેવું જશે તેની ધારણા બંધાય છે ગામના નવા જન્મેલા સંતાનો અને નવા પરણેલા યુગલો ઘેર સ્વરૂપે ઢોલ શરણાઈ અને બહેનો ના ગીતો તથા સૌ પરિવારો હોળી ચકલામાં જઈ ભૈરવનાથ દાદા ની પૂજા કરી તેને ખજૂર ધરી હોળીની પ્રદક્ષિણા કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande