
ગીર સોમનાથ 4 માર્ચ (હિ.સ.) વેરાવળ કે.સી.સી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખ કિશોર કુહાડા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ હિન્દુ (સૌરાષ્ટ્ર) આયોજીત ની શરૂઆત કરવામાં આવી તેમાં આજે વેરાવળ સમસ્ત ખારવા સમાજ મગરા ઇલેવન, અને ઘોઘલા સમસ્ત ખારવા સમાજ ની વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવ્યો હતો આ ફાઇનલમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજ મગરા ઇલેવન વિનર થઈ આ ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહેલા મહેમાન વેરાવળ સમસ્ત ખારવા સામજ ના પટેલ અને વેરાવળ મગરા ક્રિકેટ ક્લબના ભૂતપૂર્વક કેપ્ટન જીતુકુહાડા, ગૌસ્વામી સાધુ સમાજના પ્રમુખ પ્રતાપગીરી બાપુ, ગીર સોમનાથ જિલ્લા ભાજપ રમત ગમત સેલ્સ ના સંયોજક વિમલભાઈ ફોફંડી, વેરાવળ સમસ્ત ખારવા સમાજના અગ્રણી પ્રભુદાસભાઈ વધાવી, મરાઠા સમાજના બાલાભાઈ મરાઠા, સહિતના મહેમાનોના વરદ હસ્તે વિનર્સ, ટોફી આપવામાં આવી હતી આ સમગ્ર ટુર્નામેન્ટ નુ આયોજન અને વ્યવસ્થા વેરાવળ સમસ્ત ખારવા સમાજ મગરા ઇલેવન મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું આ ફાઇનલ મેચમાં બહોળી સંખ્યામાં ક્રિકેટર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ