સિદ્ધપુરના હર્ષ ઠાકરનું આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ સન્માન
પાટણ, 04 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુરના મૂળ વતની અને કેનેડાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના સભ્ય હર્ષ તુષાર ઠાકરનું ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના કાર્યાલય ખાતે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિ બદલ તેમનું અભિન
સિદ્ધપુરના હર્ષ ઠાકરનું આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ સન્માન


પાટણ, 04 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુરના મૂળ વતની અને કેનેડાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના સભ્ય હર્ષ તુષાર ઠાકરનું ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના કાર્યાલય ખાતે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિ બદલ તેમનું અભિનંદન કરવામાં આવ્યું અને શહેર માટે ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

હર્ષ ઠાકરે બાળપણથી જ ક્રિકેટ પ્રત્યેના લગાવ અને સખત પરિશ્રમ દ્વારા વૈશ્વિક ફલક પર સ્થાન મેળવ્યું છે. હાલ તેઓ કેનેડાની નેશનલ ક્રિકેટ ટીમમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જે સિદ્ધપુર અને રાજ્ય માટે ગૌરવ સમાન ગણાવવામાં આવી છે.

ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે તેમની સિદ્ધિને બિરદાવતા જણાવ્યું કે નાના શહેરના યુવાને વિદેશી ધરતી પર રમતગમતમાં પ્રભાવ પાડ્યો છે, જે અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ છે. કાર્યક્રમ દરમિયાન તેમની કારકિર્દી અને સમર્પણની પ્રશંસા સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને સૌએ એકમતથી હર્ષ ઠાકરની આગાહી સફળતાઓ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande