પાટણમાં હર્ષોલ્લાસભેર હોળી-ધુળેટીની ઉજવણી
પાટણ, 04 માર્ચ (હિ.સ.)પાટણ શહેર અને જિલ્લામાં હોળી-ધુળેટીનો મહાપર્વ પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવાયો હતો. હોલિકા દહન બાદ બીજા દિવસે સવારથી જ શહેરના મોહલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારોમાં રંગોત્સવનો માહોલ જામ્યો હતો. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ
પાટણમાં હર્ષોલ્લાસભેર હોળી-ધુળેટી ઉજવણી


પાટણમાં હર્ષોલ્લાસભેર હોળી-ધુળેટી ઉજવણી


પાટણમાં હર્ષોલ્લાસભેર હોળી-ધુળેટી ઉજવણી


પાટણ, 04 માર્ચ (હિ.સ.)પાટણ શહેર અને જિલ્લામાં હોળી-ધુળેટીનો મહાપર્વ પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવાયો હતો. હોલિકા દહન બાદ બીજા દિવસે સવારથી જ શહેરના મોહલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારોમાં રંગોત્સવનો માહોલ જામ્યો હતો. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ પિચકારીઓ અને અબીલ-ગુલાલ સાથે આનંદ માણ્યો હતો, જેથી સમગ્ર શહેર રંગબેરંગી બની ગયું હતું.

શહેરના ઐતિહાસિક બગવાડા દરવાજા ખાતે જિલ્લા ભાજપ દ્વારા ‘કેસરીયા રંગોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ એકબીજા પર ગુલાલ ઉડાડતા ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી અને ઉત્સવને ઉમંગભેર ઉજવ્યો હતો.

બીજી તરફ, જિલ્લા કોંગ્રેસ દ્વારા બગવાડા ચોક ખાતે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરોએ રંગો સાથે શુભેચ્છાઓ આપીને પર્વની ખુશી વહેંચી હતી. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સામાજિક સમરસતા જાળવવા અપીલ કરી અને વિવિધ વર્ગોની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી.

શહેરના વિવિધ પાર્ટી પ્લોટોમાં ખાનગી ધોરણે પણ ધુળેટી ઉજવાઈ હતી. યુવક-યુવતીઓ અને કપલ્સ ડીજેના તાલે રંગબેરંગી પાણી અને ગુલાલ સાથે નાચતા-ગાતા નજરે પડ્યા હતા. આમ, પાટણ શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર આનંદ અને ઉત્સાહ સાથે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande