નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે વૃદ્ધાશ્રમના વડીલો સાથે ધુળેટીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી
સુરત, 04 માર્ચ (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ સ્થિત અંબિકા નિકેતન વૃદ્ધાશ્રમના વડીલો સાથે આનંદ, ઉલ્લાસ અને સૌહાર્દના પાવન પર્વ ધુળેટીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આ અવસરે નાયબ મુખ્યમંત્રીએ આ
નાયબ મુખ્યમંત્રી


નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી


સુરત, 04 માર્ચ (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ સ્થિત અંબિકા નિકેતન વૃદ્ધાશ્રમના વડીલો સાથે આનંદ, ઉલ્લાસ અને સૌહાર્દના પાવન પર્વ ધુળેટીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

આ અવસરે નાયબ મુખ્યમંત્રીએ આશ્રમના વડીલો સાથે ગુલાલથી ધુળેટી રમી તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને વડીલોના જીવનમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો. તેમણે આ પાવન પર્વે ગુજરાતની જનતા સહિત દિવસ-રાત ફરજ બજાવતા પોલીસ વિભાગ અને મીડિયાના મિત્રોને પણ રંગોત્સવની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વડીલોની ઉપસ્થિતિમાં તહેવારની ઉજવણી કરવી એ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે અને સૌના જીવનમાં આ હોળી-ધુળેટીનો તહેવાર સુખ-શાંતિ લાવે તેવી પ્રાર્થના કરી હતી. રંગોનો આ તહેવાર સૌના જીવનમાં નવી આશા અને ઉત્સાહના રંગો પૂરે તથા સૌનું સામાજિક જીવન પરસ્પર સ્નેહ અને મીઠાશથી મહેકતું રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande