રખાવમાં દેશી દારૂ વિરુદ્ધ જનતા રેડથી પોલીસ તંત્રમાં ખળભળાટ
પાટણ, 04 માર્ચ (હિ.સ.)પાટણ વિધાનસભાના ધારાસભ્ય કિરીટ પટેલ અને સરસ્વતી તાલુકાના રખાવ ગામના ગ્રામજનોએ દેશી દારૂના દૂષણ સામે આક્રમક વલણ અપનાવતાં સ્થાનિક રાજકારણ અને પોલીસ તંત્રમાં ગરમાવો આવ્યો છે. હોળી ઘૂળેટીના દિવસે ધારાસભ્ય જનતા રેડ બાદ સીધા પોલીસ સ
રખાવમાં દેશી દારૂ વિરુદ્ધ જનતા રેડથી પોલીસ તંત્રમાં ખળભળાટ


રખાવમાં દેશી દારૂ વિરુદ્ધ જનતા રેડથી પોલીસ તંત્રમાં ખળભળાટ


પાટણ, 04 માર્ચ (હિ.સ.)પાટણ વિધાનસભાના ધારાસભ્ય કિરીટ પટેલ અને સરસ્વતી તાલુકાના રખાવ ગામના ગ્રામજનોએ દેશી દારૂના દૂષણ સામે આક્રમક વલણ અપનાવતાં સ્થાનિક રાજકારણ અને પોલીસ તંત્રમાં ગરમાવો આવ્યો છે. હોળી ઘૂળેટીના દિવસે ધારાસભ્ય જનતા રેડ બાદ સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

ગામમાં ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો હોવા છતાં દેશી દારૂના અડ્ડાઓ ચાલુ રહેતાં ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વારંવારની મૌખિક અને લેખિત રજૂઆતો છતાં પોલીસ કોઈ પગલાં ન લેતાં લોકોએ પુરાવા એકત્ર કરવા અડ્ડાઓ પર જઈ દારૂ બનાવવાના સાધનો કબજે કર્યા.

ગ્રામજનોએ જપ્ત કરેલો મુદ્દામાલ લઈને સરસ્વતી પોલીસ સ્ટેશન પર પહોંચી હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસની કામગીરી પર કડક શબ્દોમાં પ્રહાર કરતા PI પર નિષ્ક્રિયતા અને બેદરકારીના આક્ષેપ લગાવ્યા.

ધારાસભ્યએ જણાવ્યું કે અનેકવાર જાણ કરવા છતાં કાર્યવાહી કરવામાં આવી નથી અને ફોન પર પણ યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો. તેમણે સંબંધિત અધિકારીઓ સામે તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ઘટનાને પગલે પોલીસ મથક પર તંગ વાતાવરણ સર્જાયું હતું. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો દેશી દારૂના અડ્ડાઓ પર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande