રોમાનિયાના મિલૌટી ટાઉનના મેયર ગુજરાતની મુલાકાતે, રાજ્ય ના સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તાગ મેળવ્યો
ગાંધીનગર, 04 માર્ચ (હિ.સ.) : યુરોપના રોમાનિયા દેશના મિલૌટી ટાઉનના મેયર વેસાઇલ કેરારે અને તેમના પત્ની બે દિવસની ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે અમદાવાદ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના વરિષ્ઠ અ
રોમાનિયાના મિલૌટી ટાઉનના મેયર ગુજરાતની મુલાકાતે


રોમાનિયાના મિલૌટી ટાઉનના મેયર ગુજરાતની મુલાકાતે


ગાંધીનગર, 04 માર્ચ (હિ.સ.) : યુરોપના રોમાનિયા દેશના મિલૌટી ટાઉનના મેયર વેસાઇલ કેરારે અને તેમના પત્ની બે દિવસની ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે અમદાવાદ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઇ-ગવર્નન્સ, શહેરી વિકાસ પરિયોજનાઓ, નાગરિક કેન્દ્રિત સેવાઓ અને ઔદ્યોગિક વિકાસ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા આયોજિત આ મુલાકાતમાં તેઓ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઇ રહ્યા છે. ગુજરાતમાં તેમણે અમદાવાદ મહાનગરપાલિકામાં મેયર પ્રતિભાબેન જૈન તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરીને વિકાસ પરિયોજનાઓ, ઇ ગવર્નન્સ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને શહેરી વિકાસને લગતી મહત્વપૂર્ણ બાબતોની માહિતી મેળવી હતી. આ દરમિયાન તેમણે અમદાવાદમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.

અમદાવાદ સિવાય તેમણે ગાંધીનગરમાં એમ.થેન્નારસન, અગ્ર સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને રેમ્યા મોહન, કમિશનર મ્યુનિસિપાલિટીઝ તેમજ અધિક મુખ્ય કારોબારી અધિકારી, ગુજરાત શહેરી વિકાસ મિશન સાથે મુલાકાત કરી હતી. રાજ્યમાં શહેરી વિકાસ ક્ષેત્રે ચાલી રહેલી વિવિધ આઇકોનિક પરિયોજનાઓ, ઇ-ગવર્નન્સ અને રાજ્ય સરકારના વિઝન અંગે તેમને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. મિલૌટી શહેર માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટના વિકાસમાં યોગદાન આપવા અંગે તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

આ ચર્ચા દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ધોલેરા હાઈવે, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, ડ્રીમ સિટી સુરત તેમજ શહેરમાં વિવિધ શહેરી વિકાસ પરિયોજનાઓથી મળેલી રોજગારીની તકો વિશે જણાવવામાં આવ્યું હતું. તેમણે આ ચર્ચામાં મિલૌટીમાં સ્માર્ટ સિટીના નિર્માણ અંગેની માહિતી પણ રજૂ કરી હતી અને રાજ્યમાં ગિફ્ટ સિટી, સાબરમતી રિવરફ્રન્ટ અને ધોલેરાના વિકાસ સહિત શહેરી વિકાસ માટે થયેલા કાર્યોની પ્રશંસા કરી હતી. ગુજરાતની તેમની આ મુલાકાત દરમિયાન તેમણે ગિફ્ટ સિટીની પણ મુલાકાત લીધી હતી.

ભારત અને રોમાનિયા વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન વધુ મજબૂત બને તેમજ બન્ને દેશોમાં રહેલી રોકાણની તકોને પ્રોત્સાહન આપવા માટે તેમની આ મુલાકાત મહત્વપૂર્ણ છે. તેમણે રિવરફ્રન્ટ વિકાસ, સ્માર્ટ સિટીના વિકાસમાં AI અને ડિજિટલ પ્રણાલીઓ, અર્બન ટ્રાન્સપોર્ટ અને ઇ ગવર્નન્સ ક્ષેત્રે રહેલી તકોની ચર્ચા કરીને રાજ્યની અર્બન ઇકોસિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસની પરિયોજનાઓ અંગે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande