પાટણમાં લૂંટેરી દુલ્હન કૌભાંડના એક સાગરિત ઝડપાયો
પાટણ, 04 માર્ચ (હિ.સ.)પાટણ પોલીસે શંખેશ્વરના 40 વર્ષીય પ્રૌઢ સાથે રૂ. 1.50 લાખની છેતરપિંડી કરવાના કેસમાં લૂંટેરી દુલ્હન ટોળકીના સાગરિત હરેશભાઈ કરશનભાઈ ભરવાડ (રહે. રઢુ, તા. ખેડા)ની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો અને તેને બી-ડિવિઝન
પાટણમાં લૂંટેરી દુલ્હન કૌભાંડના એક સાગરિત ઝડપાયો


પાટણ, 04 માર્ચ (હિ.સ.)પાટણ પોલીસે શંખેશ્વરના 40 વર્ષીય પ્રૌઢ સાથે રૂ. 1.50 લાખની છેતરપિંડી કરવાના કેસમાં લૂંટેરી દુલ્હન ટોળકીના સાગરિત હરેશભાઈ કરશનભાઈ ભરવાડ (રહે. રઢુ, તા. ખેડા)ની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો અને તેને બી-ડિવિઝન પોલીસના ડી-સ્ટાફે સિદ્ધપુર હાઈવે પર એલ.પી. ભવન પાસેથી ઝડપી પાડ્યો હતો.

માહિતી મુજબ, શંખેશ્વર ગામના યુવકના ધોળકાના આંબેઠી ગામની રેખા તખાભાઈ ઠાકોર સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્ન ખર્ચના નામે યુવક પાસેથી રૂ. 1.50 લાખ લેવામાં આવ્યા હતા, પરંતુ લગ્નના એક મહિના બાદ રેખા બીમાર માસીને મળવાના બહાને ઘરેથી નીકળી ગઈ અને પરત ફરી ન હતી.

ઘટના બાદ પીડિત યુવકે લૂંટેરી દુલ્હન સહિત લગ્ન કરાવનારા પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande