જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી
- પ્રેમિકા હોલિકાના વિરહમાં ઇલ્લાજી રાખમાં આળોટ્યા અને જન્મી ધૂળેટ -જંબુસરમાં અનોખી ધૂળેટી ઉજવાય છે વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત -પટેલ ખડકીમાં પૂર્વજોના સમયથી ઉજવાય છે ''ઇલ્લાજીનો ઉત્સવ -માટીની પ્રતિમા બનાવી કાઢવામાં આવી વાજતે-ગાજતે સ્મશાનયાત્
જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી


જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી


જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી


જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી


જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી


- પ્રેમિકા હોલિકાના વિરહમાં ઇલ્લાજી રાખમાં આળોટ્યા અને જન્મી ધૂળેટ

-જંબુસરમાં અનોખી ધૂળેટી ઉજવાય છે વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત

-પટેલ ખડકીમાં પૂર્વજોના સમયથી ઉજવાય છે 'ઇલ્લાજીનો ઉત્સવ

-માટીની પ્રતિમા બનાવી કાઢવામાં આવી વાજતે-ગાજતે સ્મશાનયાત્રા

ભરૂચ 04 માર્ચ ( હિ. સ ) સમગ્ર દેશમાં જ્યારે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી અબીલ-ગુલાલથી થતી હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી પટેલ ખડકીમાં એક અનોખી અને પૌરાણિક પરંપરા જોવા મળે છે. અહીં હોલિકાના પ્રેમી 'ઇલ્લાજી'ની માટીની પ્રતિમા બનાવી, તેની સ્મશાનયાત્રા કાઢીને ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. બાપ-દાદાના વખતથી ચાલી આવતી આ પરંપરામાં આજે પણ યુવાનો તેટલા જ ઉત્સાહથી જોડાયા હતા.

લગ્ન કરવા આવેલા પ્રેમીને હોલિકાની મળી રાખ આ છે લોકવાયકા

લોકવાયકા મુજબ, ઇલ્લાજી હોલિકાના પ્રેમી હતા. હોળીના દિવસે જ્યારે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગઈ, તેના બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપના મહેલે પહોંચ્યા હતા. જોકે, ત્યાં પહોંચતા જ તેમને જાણ થઈ કે હોલિકા તો દહન થઈ ચૂકી છે. પ્રેમિકાના મૃત્યુના સમાચાર સાંભળી ઇલ્લાજીનું મન વિચલિત થઈ ગયું અને તેઓ અત્યંત ભાવવિભોર બની હોલિકાની રાખમાં આળોટવા લાગ્યા હતા. માન્યતા છે કે આ રાખમાંથી જ વિવિધ રંગો ઉત્પન્ન થયા અને ત્યારથી ધૂળેટી પર્વની શરૂઆત થઈ.

તળાવની માટીમાંથી પ્રતિમા અને 'સ્વજન' જેવી વિદાય

આ પરંપરા વિશે વિગતો આપતા પટેલ ખડકીના યુવાનોએ જણાવ્યું હતું કે, હોળીના દિવસે ગામના તળાવમાંથી પવિત્ર માટી લાવી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે. ફળિયાના યુવાનો દ્વારા તેમને ધાણી, ચણા અને ખજૂરનો ભોગ ધરાવી આરતી કરવામાં આવે છે. ધૂળેટીની સવારે સમગ્ર વિસ્તારના લોકો એકત્ર થાય છે અને ઇલ્લાજીને નનામીમાં સુવડાવી, ફૂલહાર ચઢાવી વિધિવત રીતે સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે.

યુવાનો અને મહિલાઓની મોટી સંખ્યામાં હાજરી

આ અનોખી સ્મશાનયાત્રામાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ મહિલાઓ અને વૃદ્ધો પણ જોડાયા હતા. જાણે કોઈ પોતાના સ્વજનની વિદાય આપતા હોય તેવા માહોલ વચ્ચે ઇલ્લાજીની પ્રતિમાને વિદાય આપવામાં આવી હતી. જંબુસરની આ પરંપરા આજે પણ આધુનિક યુગમાં સંસ્કૃતિ અને લોકકથાઓ પ્રત્યેની અતૂટ આસ્થાના દર્શન કરાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande