
ભાવનગર, 10 એપ્રિલ (હિ.સ.)ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ ઉત્સાહભેર યોજાઈ ગયો. શિક્ષકોના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા આયોજન થયું હતું.સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય કિશોરભાઈ પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાઈ ગયો.કુમારી સૃષ્ટિ ગોહિલ તથા કુમારી આરાધના પરમારના સંચાલન સાથે ધોરણ ૮ વિદ્યાર્થીઓનાં વિદાય શુભેચ્છા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાસંગિક ભાવ રજૂ થયેલ, જેમાં કુમારી અંજલી વાઘેલા, કુમારી નિશા ગોહિલ, કુમારી શ્રધ્ધા સોલંકી અને શ્રી કુલદીપ ચૌહાણ જોડાયેલ.પ્રાથમિક શાળાના આ કાર્યક્રમમાં વિદાય ગીત પ્રસ્તુત થયેલ, જેમાં કુમારી જાનવી વાઘેલા, કુમારી મહિમા ચૌહાણ તથા કુમારી આરાધના પરમાર અને કુમારી આયુષી ગોહિલ, કુમારી હિમાંશી ચાવડા તથા કુમારી રુદ્રિકા ગોસ્વામી સુંદર ગાન રજૂ થયેલ.શિક્ષકોના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા આ આયોજન થયું હતું. આ પ્રસંગે ગુરુજનો દ્વારા શુભકામના પાઠવાયેલ અને દાતાના સૌજન્ય સાથે સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT