



પોરબંદર, 10 એપ્રિલ (હિ.સ.) પોરબંદર જીલ્લા સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈ ભાજપના ઉમેદવારીની યાદી જાહેર નહિં થતા ભારે ચર્ચા જોવા મળી રહી છે આજે શુક્રવારે બપોર સુધીમા યાદી જાહેર થશે તેવી ચર્ચા વચ્ચે સાંજે 7-00 વાગ્યા સુધી જાહેર કરવામા નહિં આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.
ભાજપમા દાવેદારોની સંખ્યા ખુબ મોટી હોય અને ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ અસંતોષ સામે આવે તેવા ડરને પગલે યાદી મોડી થઈ રહી હોવાની પણ રાજકીય ચર્ચાઓ જોવા મળી રહી છે .
ખાસ કરીને પોરબંદર મનપાના 13 વોર્ડના ઉમેદવારોની યાદીનુ કોકડું ગુંચવાયુ હોવાનુ કહેવાય છે. ખાસ કરીને વોર્ડ નં-9મા ધુરંધરો એ દાવેદારી કરી છે તેમની પસંદગીને લઇ મુશ્કેલી ઉભી થઈ હોવાનુ કહેવાય છે તો કેટલાક જુના જોગીઓના પત્તા કપાતા અત્યારથી નારાજગી સામે આવતા હવે યાદી ફેરફાર કરવો કે કેમ તેમને લઈ ભાજપમા ગડમથલ ચાલી રહી છે. હવે યાદીના મુદે પોરબંદર ભાજપના ટોચના નેતાઓ પણ મધ્યસ્થી કરી રહ્યા હોવાનુ કહેવાય છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya