હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો
પાટણ, 10 એપ્રિલ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં 151 તેજસ્વી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા. આ યુનિવર્સિટી ઉત્તર ગુજરાતના છ જિલ્લ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો


પાટણ, 10 એપ્રિલ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં 151 તેજસ્વી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા.

આ યુનિવર્સિટી ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓ સાથે સંકળાયેલી છે અને કુલ 54,346 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો આપવામાં આવ્યા. આ પ્રસંગે ઇસરોના ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા.

અગાઉ કુલપતિની સહીવાળા પ્રમાણપત્રો અપાતા હતા, પરંતુ હવે રાજ્યપાલ કુલપતિ તરીકે હોવાથી પ્રથમવાર તેમની સહીવાળા ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને જીવનમાં માનવતા જાળવવા, માતા-પિતા અને ગુરુજનોનો સન્માન કરવા તેમજ સમાજના હિત માટે કાર્ય કરવાની પ્રેરણા આપી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande