અમરેલી એલ.સી.બી.ની મોટી સફળતા: ચાર રાજ્યોમાં ચોરીના ગુનામાં ફરાર આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપી પડ્યો
અમરેલી, 10 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)ને મોટી સફળતા હાથ લાગી છે. અમરેલી, જુનાગઢ, રાજકોટ તેમજ મધ્યપ્રદેશના ઇન્દોર વિસ્તારમાં થયેલા કુલ સાત ધરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ અને લાંબા સમયથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને
અમરેલી એલ.સી.બી.ની મોટી સફળતા: ચાર રાજ્યોમાં ચોરીના ગુનામાં ફરાર આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપી પડ્યો


અમરેલી, 10 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)ને મોટી સફળતા હાથ લાગી છે. અમરેલી, જુનાગઢ, રાજકોટ તેમજ મધ્યપ્રદેશના ઇન્દોર વિસ્તારમાં થયેલા કુલ સાત ધરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ અને લાંબા સમયથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પોલીસે મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, આરોપી અનેક જિલ્લાઓમાં ઘૂસખોરી અને ચોરીના બનાવોને અંજામ આપી પોલીસથી બચવા માટે રાજ્ય બહાર ભાગી ગયો હતો. પોલીસ દ્વારા તેની હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. વિશ્વસનીય બાતમીના આધારે અમરેલી એલ.સી.બી.ની ટીમે મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના બડી કદવાલ ગામેથી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે, જ્યાં તેની સામે નોંધાયેલા ગુનાઓ અંગે પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે છે.

આ સમગ્ર કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલા, પી.એસ.આઇ. જે.ડી. વાઘેલા, પી.એસ.આઇ. એમ.ડી. ગોહિલ, એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા, તેમજ હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયા, તુષારભાઈ પંચાણી, હરેન્દ્રભાઈ કુવારદાસ અને પોલીસ કોન્સ્ટેબલ ભાવનગરગીરી ગોસ્વામી સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

અમરેલી એલ.સી.બી.ની આ કામગીરીને લોકોમાં પ્રશંસા મળી રહી છે અને પોલીસે ગુનાખોરી પર લગામ લગાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande