પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે, 44 માંથી 40 ઉમેદવારોના નામ જાહેર કર્યા.
પાટણ, 10 એપ્રિલ (હિ.સ.)પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટેની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભાજપે 44માંથી 40 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે સત્તાવાર યાદી વગર ટેલિફોનિક સૂચના દ્વારા ઉમેદવારોને ચૂંટણી લડવા લીલી ઝંડી આપી છે.
પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 44માંથી 40 ઉમેદવારોના નામ જાહેર કર્યા.

પાટણ, 10 એપ્રિલ (હિ.સ.)પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટેની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભાજપે 44માંથી 40 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે સત્તાવાર યાદી વગર ટેલિફોનિક સૂચના દ્વારા ઉમેદવારોને ચૂંટણી લડવા લીલી ઝંડી આપી છે.

આ સૂચના બાદ કોંગ્રેસના ઉમેદવારોએ પાટણ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે કચેરી પરિસર ગુંજી ઉઠ્યું હતું.

હાલ સુધીમાં કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાંથી આજે એક જ દિવસમાં 10 ઉમેદવારો નોંધાયા હતા. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે.

ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ આવતી કાલે હોવાથી તંત્ર દ્વારા કચેરી ખાતે ચુસ્ત સુરક્ષા ગોઠવાઈ છે. તમામ પક્ષોએ હવે વોર્ડ વાઈઝ પ્રચાર અને સંગઠન મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande