ભાજપમાં અમદાવાદમાં પણ આંતરિક ખેંચતાણના કારણે યાદી લટકી પડી
- ઉમેદવારની જાણ થતાં ચાંદખેડાના કાર્યકરોએ ખાનપુર કાર્યાલયે જઈ રાજીનામા આપ્યા અમદાવાદ, 10 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે ત્યારે ભાજપની આજે પાલમેન્ટ્રી બોર્ડની બેઠક ગાંધીનગર ખાતે માં મળી
ભાજપ


- ઉમેદવારની જાણ થતાં ચાંદખેડાના કાર્યકરોએ ખાનપુર કાર્યાલયે જઈ રાજીનામા આપ્યા

અમદાવાદ, 10 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે ત્યારે ભાજપની આજે પાલમેન્ટ્રી બોર્ડની બેઠક ગાંધીનગર ખાતે માં મળી જેમાં વડોદરા મહાનગરપાલિકા, કચ્છ જિલ્લા અને તાલુકા પંચાયત, રાજકોટ, તાપી, વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયત અને વાપી મહાનગરપાલિકાની જાહેર કરવામાં આવી. હજી સુરત અને અમદાવાદ મહાનગરપાલિકાની જાહરત બાકી છે.

આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે હજુ સુધી ભાજપ-કોંગ્રેસની મહત્વની યાદીઓના કોઈ ઠેકાણા નથી. કોંગ્રેસમાં તો દર વખતે છેલ્લી ઘડીએ યાદી જાહેર કરવાની ‘પરંપરા’ છે ત્યારે હવે ભાજપમાં પણ આંતરિક ખેંચતાણના કારણે યાદીઓ લટકી પડી છે.અમદાવાદ-રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવા માટે જીદે ભરાયા છે, જેના કારણે હાઇકમાન્ડ પણ અવઢવમાં છે.

અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે અને ઉમેદવારોને ફોન કરવાની શરૂઆત પણ કરી દેવાઈ છે. અત્યાર સુધીમાં 42 ઉમેદવારને ફોન ગયો છે.

અમદાવાદમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપને ભીંસ પડી ગઈ છે. અમદાવાદના કેટલાક વોર્ડમાં ઉમેદવારોની જાહેરાતને લઈ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. આક્રોશિત કાર્યકર્તાઓ ખાનપુર શહેર ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા આવે તેવી શક્યતાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

કોંગ્રેસે અમદાવાદમાં ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાનું નક્કી કર્યું છે. ટિકિટને લઈને કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર નેતાઓ બેઠકો કરી રહ્યા છે. વિવાદિત બેઠક પર હજુ પણ ઉમેદવારના નામની પંસદગી કરવામાં આવી નથી. વિવાદિત બેઠક પર આજે પણ ઉમેદવારને ટેલિફોનીક જાણ નહીં કરવામાં આવે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande