
જામનગર, 10 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થવામાં ગણતરીની કલાકો ગણાઈ રહી છે ત્યારે ભાજપ મોવડી મંડળ દ્વારા નો રીપીટ થિયરી લાવીને તમામ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારશે તેવી રાજકીય પંડિતોમમાં ચર્ચાઈ રહ્યું છે. અનેક મોટા માથાઓ પણ કપાતા જિલ્લાના રાજકારણમાં રાજકીય ગતિવિધિ તેજ બની છે.
જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ભાજપના મોવડી મંડળ દ્વારા મળેલી પાર્લામેન્ટી બેઠકમાં જિલ્લાની ટિકિટ માટેના દાવેદારો અંગે ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ જિલ્લા પંચાયતની 24 બેઠકો ઉપર નો રીપીટ થિયરી અમલમાં મૂકીને તમામ નવા ચહેરાઓને રાજકીય રીતે ટિકિટ આપીને મેદાનમાં ઉતારશે તેવું રાજકીય વર્તુળમાંથી જાણવા મળે છે.
આ સાથે છ તાલુકા પંચાયતોમાં કુલ 112 બેઠકો અંગે મોવડી મંડળે દાવેદારોના દાવા અને સેન્સ પ્રક્રિયાનો નિરીક્ષકોના અહેવાલો ઉપર સ્થાનિક જિલ્લાના સાસંદ, ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રભારી, મહામંત્રી સાથે બેઠક યોજી હતી. જેમાં પણ અનેક નવા ચહેરાઓને ટિકિટ આપવા સહિતના દાવેદારોના દાવા અંગે ચર્ચાઓ પછી મોટા ભાગના નવા ચહેરાઓ ઉપર પસંદગીનો કળશ ઢોળાઇ તેવું રાજકીય પંડિતો માને છે.
જિલ્લા અને તાલુકા પંચાયતમાં રોટેશન નવું અમલમાં આવ્યા પછી અનેક બેઠકો ઉપર નવા રાજકીય સમીકરણો ઊભા થયા છે.જેને લઈ અનેક સભ્યોને તેની બેઠકો છોડવાનો વારો આવ્યો છે. તેમજ સ્થાનીક સેન્સ પ્રક્રિયા પછી નવા અહેવાલો પછી તમામ બેઠકો ઉપર યુવા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતાં ચહેરાઓને ટિકિટ આપીને રાજકીય મેદાનમાં ઉતારશે.
આમ જામનગર જિલ્લા પંચાયત માં તમામ સભ્યો નવાને ભાજપ મેદાનમાં ઉતારશે. જિલ્લા પંચાયતમાં ગત ટર્મનાં પ્રમુખ મેયબેન ગરસર,ઉપપ્રમુખ હસમુખ કણજારિયા, કારોબારી સમિતિ ચેરમેન ચંદ્રિકાબેન અધેરા, શિક્ષણ સમિતિના ચેરમેન હુલાસબા જાડેજા, ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન કણઝારિયા, બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડિયા તેમજ પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, પૂર્વ ઉપ્રમુખ નયનાબેન પરમાર, લખધીરસીહ જાડેજા, હર્ષદીપકુમાર સુતરીયા, વિનોદભાઈ વાડોદરિયા, જગદીશભાઈ સાંગાણી, જણાવ્યું ભાવનાબેન ભેંસદડીયા, કુંદનબેન ચોવટિયા, કે.બી.ગાગીયા, ભરતભાઈ બોરસડિયા, કમલેશભાઈ ધમસાણીયાના સ્થાને નવા ચહેરાને મેદાનમાં ઉતારશે તેવું રાજકીય વર્તુળમાંથી જાણવા મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt