
- ટિકિટ બુકિંગ 10 એપ્રિલ, 2026 (શુક્રવાર)થી શરૂ
ભાવનગર, 10 એપ્રિલ (હિ.સ.) : યાત્રિયોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજાઓ દરમિયાન વધારાની યાત્રી સુવિધા પૂરી પાડવા માટે ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) હેઠળ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા (Special Fare) પર સંચાલિત થશે.
યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને હરિદ્વાર વચ્ચે “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” દોડાવવામાં આવશે. આ સેવા એપ્રિલ 2026 થી મે 2026 દરમ્યાન બંને દિશામાં કુલ 8-8 ફેરા સાથે સંચાલિત કરવામાં આવશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે— ટ્રેન નં. 09271 ભાવનગર ટર્મિનસ – હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ 12 એપ્રિલ, 2026 થી 31 મે, 2026 સુધી ચાલશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરેક રવિવારે સવારે 04:25 વાગ્યે પ્રસ્થાન કરીને સોમવારે બપોરે 15:00 વાગ્યે હરિદ્વાર પહોંચશે.
તે જ રીતે પરત ફરતી ટ્રેન નં. 09272 હરિદ્વાર – ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલ, 2026 થી 01 જૂન, 2026 સુધી ચાલશે. આ ટ્રેન હરિદ્વારથી દરેક સોમવારે સાંજે 16:25 વાગ્યે પ્રસ્થાન કરીને બુધવારે સવારે 04:35 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, આંબલી રોડ, ગાંધીનગર કેપિટલ, મહેસાણા, પાલનપુર જં., આબુરોડ, પિંડવાડા, ફાલના, મારવાડ જં., પાળી મારવાડ, લૂની જં., જોધપુર જં., ગોટન, મેડતા રોડ જં., ડેગાના જં., છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ જં., ચૂરૂ, સાદુલપુર જં., સિવાની, હિસાર જં., ભિવાની જં., કલાનૌર કલાં, રોહતક જં., પાનીપત જં., અંબાલા કેન્ટ જં., સહારનપુર જં. તથા રૂડકી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તથા જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.
ટ્રેન નં. 09271 માટે ટિકિટ બુકિંગ 10 એપ્રિલ, 2026 (શુક્રવાર) સાંજે 17:00 વાગ્યાથી યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો ટ્રેનના સમય, સ્ટોપેજ અને કોચ રચના વિશે વધુ માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ આ વિશેષ ટ્રેન સેવાનો વધુમાં વધુ લાભ લઈ પોતાની મુસાફરીને સરળ અને સુવિધાજનક બનાવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ