અઠવા બ્રિજ પર ચાલતી કારમાં આગ લાગતા હડકંપ, ફાયર ટીમે ત્વરિત કાબૂ મેળવ્યો
સુરત, 10 એપ્રિલ (હિ.સ.): સુરતના વ્યસ્ત માર્ગોમાંથી એક એવા અઠવા બ્રિજ પર આજે અચાનક બનેલી ઘટનાએ વાહનચાલકોમાં ચિંતા ઊભી કરી છે. બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. સદનસીબે, કારમાં બેઠેલા લોકો સમ
Surat


સુરત, 10 એપ્રિલ (હિ.સ.): સુરતના વ્યસ્ત માર્ગોમાંથી એક એવા અઠવા બ્રિજ પર આજે અચાનક બનેલી ઘટનાએ વાહનચાલકોમાં ચિંતા ઊભી કરી છે. બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. સદનસીબે, કારમાં બેઠેલા લોકો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાથમિક માહિતી અનુસાર, કારના એન્જિન વિભાગમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું, જે થોડા જ પળોમાં ભયંકર આગમાં પરિવર્તિત થઈ ગયું. બ્રિજ પર કાળા ધુમાડાના ગોટાળા ફેલાતા દૃશ્ય વધુ ભયાનક બન્યું અને વાહનચાલકોમાં અફરાતફરી મચી ગઈ.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ઝડપી કામગીરી કરીને પાણીનો જોરદાર મારો ચલાવ્યો અને થોડા જ સમયમાં આગને નિયંત્રણમાં લઈ લીધી હતી, જેથી વધુ નુકસાન ટળી શક્યું.

આ બનાવના કારણે બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધી ગયું હતું અને વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande