ભાવનગર કમિશનર દ્વારા રેલ્વે સ્ટેશન રોડ અને સિમ્સ ડ્રેન આઉટલેટની સાઇટ વિઝિટ, જરૂરી સૂચનાઓ અપાઈ
ભાવનગર, 10 એપ્રિલ (હિ.સ.) : શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યોને વધુ અસરકારક અને સમયસર પૂર્ણ કરવા માટે આજરોજ કમિશનરે એડિશનલ સિટી એન્જિનિયર સાથે મળીને વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. આ અંતર્ગત રેલ્વે સ્ટેશન રોડ તેમજ સિમ્સ ડ્રેનના આઉટલેટ દરિયાની ખાડી વિસ
મુલાકાત


ભાવનગર, 10 એપ્રિલ (હિ.સ.) : શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યોને વધુ અસરકારક અને સમયસર પૂર્ણ કરવા માટે આજરોજ કમિશનરે એડિશનલ સિટી એન્જિનિયર સાથે મળીને વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. આ અંતર્ગત રેલ્વે સ્ટેશન રોડ તેમજ સિમ્સ ડ્રેનના આઉટલેટ દરિયાની ખાડી વિસ્તારમાં સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કમિશનરે સ્થળ પર ચાલી રહેલા કામોની સમીક્ષા કરી અને પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં માર્ગવ્યવસ્થા, ડ્રેનેજ અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુગમ બનાવવા માટે ચાલી રહેલા કામોને ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત, કામ દરમિયાન ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન આપવા પણ તાકીદ કરવામાં આવી હતી.સિમ્સ ડ્રેનના આઉટલેટની મુલાકાત દરમિયાન દરિયાની ખાડીમાં જતા પાણીના પ્રવાહ, ગંદકીના નિયંત્રણ અને પર્યાવરણને અસર ન થાય તે માટેના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરે અધિકારીઓને સૂચના આપી કે વરસાદી સિઝન પહેલાં ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યક્ષમ બને તે માટે જરૂરી તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવે.આ ઉપરાંત, આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નિયમિત મોનિટરિંગ રાખવાની પણ સૂચનાઓ આપવામાં આવી હતી. અધિકારીઓને સ્થળ પર જ જરૂરી દિશાનિર્દેશ આપીને કાર્યક્ષમતા વધારવા પર ભાર મુકાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande