
અમરેલી,10 એપ્રિલ (હિ.સ.)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 બેઠકો, 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, જેને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે.
કોંગ્રેસ દ્વારા ખાસ કરીને Savarkundla ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ Pratap Dudhat ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમના માર્ગદર્શન હેઠળ ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોના નામ જાહેર કર્યા વિના ફોર્મ ભરવાની પ્રક્રિયા કોંગ્રેસની સુચિત રણનીતિનો ભાગ છે, જેથી યોગ્ય સમયે મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકાય.
આ સાથે કોંગ્રેસના નેતા Jeni Thummar એ જણાવ્યું હતું કે રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે અને આ વખતે લોકો કોંગ્રેસને જીતાડવા માટે તૈયાર છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ હાલમાં એવી વિકટ પરિસ્થિતિમાં છે કે તેઓ પોતાના ઉમેદવારો જાહેર કરવામાં પણ અસમર્થ બની રહ્યા છે.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે, જેને લઈને રાજકીય ચહલપહલ વધુ તેજ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai