સુરતમાં પરીક્ષા આપવા નીકળેલા 9 વર્ષીય બાળક પર શ્વાનનો હુમલો
સુરત, 10 એપ્રિલ (હિ.સ.) : સુરતના તિરુપતિ નગર વિસ્તારમાં રહેતો 9 વર્ષનો અયાન અંસારી સવારે આનંદ સાથે પોતાની વાર્ષિક પરીક્ષા આપવા ઘરેથી નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં જ એક રખડતા શ્વાને તેના પર અચાનક હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને પરીક્ષા આપી
Stray dog-representative image


સુરત, 10 એપ્રિલ (હિ.સ.) : સુરતના તિરુપતિ નગર વિસ્તારમાં રહેતો 9 વર્ષનો અયાન અંસારી સવારે આનંદ સાથે પોતાની વાર્ષિક પરીક્ષા આપવા ઘરેથી નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં જ એક રખડતા શ્વાને તેના પર અચાનક હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને પરીક્ષા આપી શક્યો નહીં.

શ્વાને અયાનના પગમાં જોરદાર બચકું ભરતા તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ પડી ગયો હતો. આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને તેને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને ઇન્જેક્શન આપી પ્રાથમિક સારવાર શરૂ કરી. હાલ બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.

આ ઘટનાની જાણ અયાનના પિતાને શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવી હતી. દીકરાની આ હાલત જોઈ પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. પિતાએ જણાવ્યું કે બાળક પરીક્ષા માટે ખુબ તૈયાર હતો, પરંતુ આ દુર્ઘટનાના કારણે તેનું વર્ષ બગડવાની શક્યતા ઉભી થઈ છે.

સ્થાનિક લોકોનો આરોપ છે કે તિરુપતિ નગર અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનોનો આતંક વધતો જઈ રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande