જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ઠંડા મિનરલ પાણીના પરબનો પ્રારંભ.
બોટાદ, 10 એપ્રિલ (હિ.સ.)બોટાદ શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા દિન દયાળ ચોક ખાતે ઠંડા મિનરલ પાણીના પરબનો શુભારંભ કરવામાં આવ્યો છે. શહેરવાસીઓને તાપમાનથી રાહત મળે અને શુદ્ધ પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ બને તે
બોટાદ


બોટાદ, 10 એપ્રિલ (હિ.સ.)બોટાદ શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા દિન દયાળ ચોક ખાતે ઠંડા મિનરલ પાણીના પરબનો શુભારંભ કરવામાં આવ્યો છે. શહેરવાસીઓને તાપમાનથી રાહત મળે અને શુદ્ધ પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ બને તે હેતુથી આ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે.આ પરબનો પ્રારંભ યોગી જેમ્સના આર્થિક સહયોગથી કરવામાં આવ્યો છે. આ સેવા કાર્ય સ્વ. હિરેનભાઈ મોરડીયા અને સ્વ. પોપટભાઈ મોરડીયાના સ્મરણાર્થે સમર્પિત કરવામાં આવ્યું છે, જે તેમના સમાજસેવાના કાર્યોને યાદગાર બનાવે છે.દિન દયાળ ચોક જેવો વ્યસ્ત વિસ્તાર હોવાથી અહીં રોજબરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. આવા સમયે ઠંડા મિનરલ પાણીની સુવિધા ઉપલબ્ધ થવાથી રાહદારીઓ, મજૂરો તેમજ વાહનચાલકોને ખાસ રાહત મળશે. આ પરબ દ્વારા દિવસભર લોકોને નિઃશુલ્ક ઠંડુ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.કાર્યક્રમમાં જાયન્ટસ ગ્રુપના સભ્યો, સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ સેવાકીય કાર્યની પ્રશંસા કરી અને આવા ઉપક્રમો સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે તેમ જણાવ્યું હતું.જાયન્ટસ ગ્રુપ દ્વારા સમયાંતરે આ પ્રકારના સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવે છે, જે સમાજમાં સહકાર અને માનવતા ભાવના મજબૂત બનાવે છે. ઉનાળાની ઋતુમાં આ પરબ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande