નકલી ગુગલ-પે એપ્લીકેશન વડે સ્કીન શોર્ટ બતાવી ઠગાઇ-છેતરપિંડીનો અનડીટેકટ ગુન્હો ડિટેકટ કરી આરોપીઓને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 10 એપ્રિલ (હિ.સ.) જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓ દ્વારા અલગ-અલગ જીલ્લાઓમાંથી ઠગાઇ-છેત્તરપિંડીના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા યોગ્ય કાર્યવાહી કરવા સૂચન
નકલી ગુગલ-પે એપ્લીકેશન વડે સ્કીન શોર્ટ બતાવી ઠગાઇ-છેતરપિંડીનો અનડીટેકટ ગુન્હો ડિટેકટ કરી આરોપીઓને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 10 એપ્રિલ (હિ.સ.) જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓ દ્વારા અલગ-અલગ જીલ્લાઓમાંથી ઠગાઇ-છેત્તરપિંડીના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા યોગ્ય કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય,

ઉપરોકત સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ ચીયરી સાહેબ ઉના વિભાગ ઉનાનાઓની આ અંગે લક્ષપુર્વક કાયદેસરની કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હતું.

જે અનવ્યે ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે.મોરી નાઓની રાહદારી હેઠળ ઉના પોલીસ સ્ટેશનના સર્વલન્સ ટીમ દ્વારા ઉના પો.સ્ટેગુ૨નં-૧૧૧૮૬૦૦૮૨૬૦૫૪૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૧૮(૪),૩૩૬(૩) મુજબના ગુન્હા ટેકનિકલ સોર્સ તથા હુમન સોર્સની મદદથી તથા નેત્રમ શાખાની મદદથી પો.કોન્સ અનિવભાઈ ભુપતભાઇ જાદવ તથા પો કોન્સ સુનીલભાઈ કેશવભાઈ બાંભણીયા નાઓની ચોક્કસ બાતમી હકીકત આધારે ઠગાઇ- છેતરપિંડી કરેલ અનડીટેકટ ગુન્હો ડિટેકટ કરી ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડતી ઉના સર્વલન્સ ટીમ.ગઇ તા.23/03/2026 ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યે ઉના બસ સ્ટેશન પાસે SBI બેંકના ATM માં ફરીયાદી રોકડ રૂપિયા ૧૫૦૦૦/- હજાર તથા સાહેદના રોકડ રૂપિયા ૫૦૦૦/-ખાતામાં જમા કરવા ગયેલ હતો ત્યારે આ આજણ્યો ઇસમો ઠગાઇ કરવાના ઇરાદે ફરીયાદી તથા સાહેદ પાસે આવેલ હોય અને કહેલ કે મારે ઇમરજન્સી પૈસાની જરૂરીયાત હોય જેવા હેતુ થી મોબાઇલ ફોનમાં ગૂગલ-પે એપ્લીકેશનથી સામેવાળા વ્યક્તિઓના ખાતામાં નાખી દેવાની વાત કરી નકલી ગૂગલ-પે એપ્લીકેશન વડે સ્કીન શોર્ટ બતાવી કુલ રૂપિયા:-૨૦,૦૦૦/-લઇ જઈ ઠગાઇ-છેતરપિંડીનો ગુન્હો આચરેલ છે.

> પકડાયેલ આરોપીઓ -

1. સંદીપભાઈ ચંદુભાઈ આલગીયા રહે.અમરેલી ઠે.શિતલ ઠે. જશવંતગઢ જી.અમરેલી.

2 ઘુવનકુમાર ઉર્ફે યુવદિપ પ્રફુલભાઇ મહેતા રહે અમરેલી હે.ત્રિપલા સોસાયટી ઓપન જેલની બાજુમા જી.અમરેલી.

કબ્જે કરેલ મુદામાલ

1. એક હીરો કંપનીનું એકસ્ટ્રીમ મોટર સાયકલ રજી.નંબર-GJ-32-BC-5870

2. એક એપલ કંપનીનો મોબાઇલ

3. એક સેમસંગ કંપનીની મોબાઇલ

4. રોકડ રૂપિયા:-૨૦,૦૦૦/-

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande