ગીર સોમનાથ જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે તા.૧૧ એપ્રિલ શનિવારના રોજ પણ સ્વીકારાશે ઉમેદવારી પત્ર
ગીર સોમનાથ 10 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ(કોડીનાર સિવાય)ની ચૂંટણી યોજવા માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તા. ૧૧/૦૪/૨૦૨૬ છે. સરકારી કચ
ગીર સોમનાથ જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે તા.૧૧ એપ્રિલ શનિવારના રોજ પણ સ્વીકારાશે ઉમેદવારી પત્ર


ગીર સોમનાથ 10 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ(કોડીનાર સિવાય)ની ચૂંટણી યોજવા માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તા. ૧૧/૦૪/૨૦૨૬ છે.

સરકારી કચેરીઓમાં તા.૧૧/૦૪/૨૦૨૬ ના રોજ બીજો શનિવાર હોવાથી રજા હોય છે. રાજય ચૂંટણી આયોગના ૦૯/૦૪/૨૦૨૬ ના પત્રથી આપવામાં આવેલી સૂચના અનુસાર તા.૧૧/૦૪/૨૦૨૬ રોજ ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ હોવાથી, આ દિવસે ચૂંટણી અધિકારીઓ/મદદનીશ ચૂંટણી અધિકારીઓની કચેરીઓ ખૂલ્લી રહેશે અને ઉમેદવારી પત્રો સવારે ૧૧:૦૦ કલાક થી ૧૫:૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.

જેની સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડવા ઈચ્છતા તમામ ઉમેદવારોએ નોંધ લેવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર ગીર સોમનાથની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande