“લોકતંત્રનો ભાગ્ય વિધાતા, જાગૃત મતદાતા” પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રંગોળી-ચિત્રો દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો
ગીર સોમનાથ, 10 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી સંદર્ભે જિલ્લાના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતી આવે એવા હેતુસર જિલ્લામાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગ
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રંગોળી-ચિત્રો


ગીર સોમનાથ, 10 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી સંદર્ભે જિલ્લાના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતી આવે એવા હેતુસર જિલ્લામાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તાલાલા સહિત તમામ તાલુકાઓની પ્રાથમિક શાળામાં લોકોમાં મતદાન અંગે જાગૃતી વધે તે માટે વિદ્યાર્થીઓએ રંગોળી-ચિત્રો દ્વારા મતદાન જાગૃતિ કરી હતી.

વિદ્યાર્થીઓએ પોતાની કલા પ્રતિભા દર્શાવતા ‘ચૂંટણી પર્વ-૨૬’,’વોટ ફોર બેટર ઈન્ડિયા’,’ પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા’,’મારો મત, મારો અધિકાર’ જેવી વિવિધ રંગોળીઓમાં મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ બનાવવામાં આવ્યાં હતાં.

બેનર્સના માધ્યમથી વિદ્યાર્થીઓએ ‘લોકશાહીના પર્વને ઉજવીએ’, ‘લોકતંત્રનો ભાગ્ય વિધાતા જાગૃત મતદાતા’, ’મતદાન અવશ્ય કરીએ’ જેવા લખાણો તેમજ વિદ્યાર્થિનીઓએ હાથમાં મહેંદી દ્વારા ‘મતદાન મારો અધિકાર’, ‘હું મતદાન કરીશ’ જેવો મેસેજ આપ્યો હતો.

આમ, નાગરિકો પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવે તે માટે વિદ્યાર્થીઓ દ્વારા શાળા પરિસરમાં રંગોળી-ચિત્રો દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતાં

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande