
ગીર સોમનાથ 10 એપ્રિલ (હિ.સ.) રઘુવંશી લોહાણા સમાજના જિલ્લા પ્રમુખ તથા લાયન્સ ક્લબ ૩૨૩૨ ગવર્નર તરીકે જંગી બહુમતીથી વિજયી થયેલ જયકિશનભાઈ દેવાણી ને તાલાલ લોહાણા મહાજને અભિનંદન આપ્યા છે.જયકિશનભાઈ દેવાણીને સન્માનિત કરવા જુનાગઢ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે તાલાલા લોહાણા મહાજનના પ્રમુખ તથા ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના ઉપપ્રમુખ અને સોરઠ વિભાગીય ચેરમેન યોગેશભાઈ ઉનડકટ તથા અગ્રણી પંકજભાઈ રૂપારેલિયા એ તાલાલા લોહાણા મહાજન વતી જયકિશનભાઈ દેવાણી નું સન્માન કર્યું હતું.લાયન્સ ગવર્નર ઇલેક્શનમાં પ્રાપ્ત થયેલા ભવ્ય વિજય બદલ હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ