
ગીર સોમનાથ, 10 એપ્રિલ (હિ.સ.) : કોડીનાર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ મહેન્દ્રભાઈ પરબતભાઇ તથા પો.કોન્સ.ભીખુશા બચુશા તથા પો.કોન્સ.વિક્રમભાઇ હમીરભાઇ તથા પો.કોન્સ.કુપાલસિંહ અતુલસિંહ ની સયુક્ત બાતમી હકિકત આધારે ઘાટવડ ગામે,નવાપરા વિસ્તાર જાહેરમાં જુગાર રમતા ઇસમોને જુગારના રોકડા રૂપિયા ૧૩,૩૦૦/-તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી કોડીનાર પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૨૨૬૦૫૬૨/૨૦૨૬ જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ