બોટાદમાં વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે આરોગ્ય કેમ્પ યોજાયો
બોટાદ, 10 એપ્રિલ (હિ.સ.) : બોટાદ જિલ્લામાં વિશ્વ હોમિયોપેથિક દિવસ તથા પોષણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે એક વિશાળ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોને હોમિયોપેથિક સારવાર પ્રત્યે જાગૃત કરવો તથા આરોગ્યપ્રદ જીવનશૈલી અંગ
કેમ્પ યોજાયો


બોટાદ, 10 એપ્રિલ (હિ.સ.) : બોટાદ જિલ્લામાં વિશ્વ હોમિયોપેથિક દિવસ તથા પોષણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે એક વિશાળ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોને હોમિયોપેથિક સારવાર પ્રત્યે જાગૃત કરવો તથા આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી. કેમ્પ દરમિયાન નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિવિધ પ્રકારની બીમારીઓ માટે નિદાન તથા મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સામાન્ય તાવ, શરદી-ખાંસી, ચામડીના રોગો તેમજ પાચનતંત્ર સંબંધિત તકલીફો માટે હોમિયોપેથિક સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પોષણ પખવાડિયા અંતર્ગત મહિલાઓ અને બાળકોના આરોગ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આરોગ્ય કર્મચારીઓ દ્વારા સંતુલિત આહાર, પોષણયુક્ત ખોરાક અને સ્વચ્છતાની મહત્વતા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ગર્ભવતી મહિલાઓ તથા કુપોષિત બાળકો માટે વિશેષ માર્ગદર્શન અને સલાહ આપવામાં આવી હતી.આ કેમ્પમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક આરોગ્ય કર્મચારીઓએ સક્રિય ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે હોમિયોપેથિક સારવાર સલામત, અસરકારક અને ઓછા ખર્ચાળ હોવાથી લોકોમાં તેની લોકપ્રિયતા વધી રહી છે.આ કાર્યક્રમ દ્વારા લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો તેમજ પોષણ અને સારવાર બંને ક્ષેત્રમાં સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ સફળ રહ્યો હતો. આગામી સમયમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande