ભાવનગર જિલ્લા ક્ષય અધિકારી દ્વારા ઝમરાળા ગામે હોમ વિઝિટ અને NTEP કામગીરીની સમીક્ષા
બોટાદ, 10 એપ્રિલ (હિ.સ.) : બોટાદ જિલ્લામાં ક્ષયરોગ નિયંત્રણ કામગીરીને વધુ મજબૂત બનાવવા જિલ્લા ક્ષય અધિકારી દ્વારા ઝમરાળા ગામે મહત્વપૂર્ણ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન મૃતક ટીબી દર્દી સાદરિયા સુરેશભાઈના નિવાસ સ્થાને જઈ હોમ વિઝિટ કરવામાં આવી અને
મુલાકાત


બોટાદ, 10 એપ્રિલ (હિ.સ.) : બોટાદ જિલ્લામાં ક્ષયરોગ નિયંત્રણ કામગીરીને વધુ મજબૂત બનાવવા જિલ્લા ક્ષય અધિકારી દ્વારા ઝમરાળા ગામે મહત્વપૂર્ણ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન મૃતક ટીબી દર્દી સાદરિયા સુરેશભાઈના નિવાસ સ્થાને જઈ હોમ વિઝિટ કરવામાં આવી અને પરિવારજનો સાથે મુલાકાત કરી તેમની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

હોમ વિઝિટ દરમિયાન અધિકારીએ પરિવારને ક્ષયરોગ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું તેમજ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળવા માટે સાવચેતીના પગલાં સમજાવ્યા હતા. સાથે સાથે નજીકના સંપર્કમાં રહેલા લોકોની તબીબી તપાસ અને સ્ક્રીનિંગ અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા ક્ષય અધિકારીએ PHC ઝમરાળા તેમજ SC કારિયાણીની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. અહીં મેડિકલ ઓફિસર (M.O) અને આરોગ્ય કર્મચારીઓ સાથે બેઠક યોજી નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (NTEP) અંતર્ગત ચાલી રહેલી કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન દર્દીઓની નોંધણી, સમયસર નિદાન, સારવારમાં અનુસરણ, દવાઓની ઉપલબ્ધતા તેમજ રિપોર્ટિંગ સિસ્ટમ અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. અધિકારીએ આરોગ્ય કર્મચારીઓને ક્ષયરોગને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વધુ સક્રિય બનવા અને ઘરઆંગણે જઈને તપાસ વધારવા સૂચનાઓ આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande