જામનગર શહેરમાં સૌથી વધુ મતદાર વોર્ડ નં.12માં અને સૌથી ઓછા વોર્ડ નં.9માં
જામનગર, 10 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણી 2026ને અનુલક્ષીને મતદારોના તાજા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ શહેરમાં કુલ 4,42,841 મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 2,2
કોર્પોરેશન


જામનગર, 10 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણી 2026ને અનુલક્ષીને મતદારોના તાજા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ શહેરમાં કુલ 4,42,841 મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 2,27,364 અને સ્ત્રી મતદારો 2,15,465 હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય મતદારોની સંખ્યા 2 છે.

શહેરના વિવિધ વોર્ડોમાં મતદારોની સંખ્યા અલગ અલગ જોવા મળી રહી છે, જેમાં સોથી વધુ મતદારો વોર્ડ 12 માં 35740 નોંધાયેલ છે.તેમાં પુરુષ મતદારો18166 અને સ્ત્રી મતદારો 17573 છે.જ્યારે સોથી ઓછા મતદારો વોર્ડ 9 માં 20993 છે.તેમાં પુરુષ મતદારો 10682 અને સ્ત્રી મતદારો 10311 છે.

કેટલાક વોર્ડોમાં 35,000થી વધુ મતદારો છે, જ્યારે કેટલાક વોર્ડોમાં આ સંખ્યા 20,000ની આસપાસ છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડે તે માટે જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

શહેરમાં કુલ 1057 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે, જ્યાં મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાશે. મતદારોને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande