પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ MIT-ADT, પૂણેના લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત
ગાંધીનગર, 10 એપ્રિલ (હિ.સ.) નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી(NFSU)ના સ્થાપક કુલપતિ, ''પદ્મશ્રી''થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસને સત્ય, ન્યાય અને વૈજ્ઞાનિક શ્રેષ્ઠતાના શોધમાં તેમના જીવનભરના સમર્પણ માટે MIT-ADT, પૂણે દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવ
જે એમ વ્યાસ


ગાંધીનગર, 10 એપ્રિલ (હિ.સ.) નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી(NFSU)ના સ્થાપક કુલપતિ, 'પદ્મશ્રી'થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસને સત્ય, ન્યાય અને વૈજ્ઞાનિક શ્રેષ્ઠતાના શોધમાં તેમના જીવનભરના સમર્પણ માટે MIT-ADT, પૂણે દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

NFSU-ગાંધીનગર કેમ્પસ ડાયરેક્ટર, પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, સી.ડી. જાડેજા સાથે, પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસને MIT-ADT, પૂણે દ્વારા પ્રતિષ્ઠિત લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

આ સન્માન પર પ્રતિક્રિયા આપતા 'પદ્મશ્રી'થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસે કહ્યું: ફોરેન્સિક વિજ્ઞાન ફકત ગુનાઓ ઉકેલવા વિશે નથી; તે ન્યાય અને સમાજને મજબૂત બનાવવા વિશે છે. આ પુરસ્કાર NFSUને ફોરેન્સિક શિક્ષણ અને સંશોધન માટે વૈશ્વિક કેન્દ્ર બનવા માટે પ્રેરણા આપે છે.

NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારેએ જણાવ્યું હતું કે MIT-ADT, પૂણે તરફથી લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનની યાદીમાં વધારો કરે છે, જે ફોરેન્સિક વિજ્ઞાન અને ઉચ્ચ શિક્ષણમાં એક અગ્રણી તરીકેની તેમની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે. MIT-ADT, પૂણે, ભારતમાં એક અગ્રણી સંસ્થા છે, અને આ પુરસ્કાર ફોરેન્સિક વિજ્ઞાનમાં ડૉ. વ્યાસના કાર્યને બિરદાવે છે. તેમના પ્રયાસોએ ભારતને ફોરેન્સિક શિક્ષણ અને સંશોધનમાં વૈશ્વિક નેતૃત્વ આપ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande