સિવિલ હોસ્પિટલ ગોધરા દ્વારા સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ખાતે ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
ગોધરા, 10 એપ્રિલ (હિ. સ.) : સિવિલ હોસ્પિટલ ગોધરા દ્વારા સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા, ગોધરા ખાતે ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. જેમાં જનરલ હોસ્પિટલ ગોધરાના દાંતના ડોક્ટર્સે શાળાની બાલવાટિકાથી ધો. ૮ સુધીની દીકરીઓને મોઢાના સ્વાસ્થ્ય માટે રાખવાની કા
સિવિલ હોસ્પિટલ ગોધરા દ્વારા સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા,ગોધરા ખાતે ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો


સિવિલ હોસ્પિટલ ગોધરા દ્વારા સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા,ગોધરા ખાતે ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો


સિવિલ હોસ્પિટલ ગોધરા દ્વારા સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા,ગોધરા ખાતે ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો


ગોધરા, 10 એપ્રિલ (હિ. સ.) : સિવિલ હોસ્પિટલ ગોધરા દ્વારા સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા, ગોધરા ખાતે ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. જેમાં જનરલ હોસ્પિટલ ગોધરાના દાંતના ડોક્ટર્સે શાળાની બાલવાટિકાથી ધો. ૮ સુધીની દીકરીઓને મોઢાના સ્વાસ્થ્ય માટે રાખવાની કાળજી જેમાં જમ્યા બાદ બે વાર બ્રશ કરવું, કોગળા કરવા તેમજ ચોકલેટ જેવા પદાર્થો ના ખાવા અંગે સલાહ સૂચનો આપ્યા હતા. બ્રશ કરવાની સાચી રીતનું મોડલ દ્વારા ડેમોન્સ્ટ્રેશન કરી બતાવવામાં આવ્યું હતું. જનરલ હોસ્પિટલ ગોધરાથી આવેલ ડોક્ટરઓ ડો.નુપુર, ડો.દીપકા, ડો.પ્રતીક, ડો.મનન (તમામ MDS) દ્વારા શાળાની દીકરીઓને વ્યક્તિગત રીતે તપાસી જેમના દાંતમાં સડો કે બીમારી હોય તેમને જનરલ હોસ્પિટલ ગોધરા ખાતે તેમના વાલી સાથે સારવાર માટે આવવા જણાવ્યું હતું. બાળકોના ઓરલ હેલ્થ ચેકઅપ માટે શાળાના આચાર્ય ભારતસિંહ સોલંકી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande