
જામનગર, 10 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરના ખંભાળિયા ગેઇટ વિસ્તારમાંથી પોલીસે આઇપીએલની મેચ પર ઓનલાઇન સટ્ટો રમી રહેલાં એક ડોકટરને ઝડપી પાડ્યો હતો. પોલીસે રોકડ તથા મોબાઇલ સહિત 10,700 નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સિટી એ ડિવિઝન પોલીસે શહેરના ખંભાળિયા ગેઇટ વિસ્તારમાં નાગરપરા સોની સમાજ પાસેથી હાલમાં ચાલી રહેલાં આઇપીએલ 2026 ની ટુર્નામેન્ટની ટી20 મેચ પર ઓનલાઇન સટ્ટો રમી રહેલ સ્વીટુભાઇ ઉર્ફે શ્યામ હિતેષકુમાર પરમાર (ઉ.વ.30, રહે.દિ પ્લોટ 29 ગીરીરાજ એપાર્ટમેન્ટ ફલેટ નંબર 201 જામનગર) નામના ડોકટરને રૂા.700ની રોકડ તેમજ રૂા.10000 ની કિંમતના મોબાઇલ સહિત કુલ રૂા.10700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
પોલીસને વધુ પૂછપરમાં કપાત લેનાર હાર્દીકભાઇ ભરવાડ (રહે.મોરબી)નું નામ ખુલતાં પોલીસે તેને ફરારી જાહેર કરી ઝડપી લેવા મોરબી તરફ તપાસ લંબાવી છે. પોલીસે પકડયોલા શખ્સ સામે જુગારધાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt