વાપી રેલવે સ્ટેશન પર સૂતા મુસાફરનો મોબાઇલ ચોરતો શખ્સ ઝડપાયો
વાપી, 10 એપ્રિલ (હિ.સ.) વાપી રેલવે સ્ટેશન ખાતે સૂતા મુસાફરનો મોબાઇલ ચોરી કરવાનો પ્રયાસ કરતો એક શખ્સ RPF દ્વારા રંગેહાથ ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ, RPF સ્ટાફ દ્વારા સ્ટેશનના પૂર્વ મુખ્ય દ્વાર પાસે ઇસ્ટ બુકિંગ વિસ્તાર નજીક ગુપ્ત નજર રાખવામાં આવી ર
મોબાઇલ ચોર ઝડપાયો


વાપી, 10 એપ્રિલ (હિ.સ.) વાપી રેલવે સ્ટેશન ખાતે સૂતા મુસાફરનો મોબાઇલ ચોરી કરવાનો પ્રયાસ કરતો એક શખ્સ RPF દ્વારા રંગેહાથ ઝડપાયો હતો.

મળતી માહિતી મુજબ, RPF સ્ટાફ દ્વારા સ્ટેશનના પૂર્વ મુખ્ય દ્વાર પાસે ઇસ્ટ બુકિંગ વિસ્તાર નજીક ગુપ્ત નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન એક સંદિગ્ધ વ્યક્તિ સૂતા મુસાફરની બાજુમાં બેઠો હતો અને તેની ખિસ્સામાંથી મોબાઇલ કાઢી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ RPF જવાનોએ તરત જ કાર્યવાહી કરી અને આરોપીને પકડી પાડ્યો હતો. ત્યારબાદ તેને GRP ચોકીમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ રાજેશ દિનેશ લોણ્ડે (ઉંમર 35 વર્ષ), રહેવાસી ગીતા નગર, વાપી હોવાનું જણાવ્યું હતું.

તપાસ દરમિયાન આરોપી પાસેથી VIVO કંપનીનો Y19S 5G મોડેલનો લીલા રંગનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે રૂપિયા 10 હજાર હોવાનું જણાવાયું છે. આ મોબાઇલ સૂતા મુસાફરની ખિસ્સામાંથી ચોરી કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

આ ઘટનાને પગલે આરોપી સામે મોબાઇલ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે GRP વાપીને સોંપવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande