
વડોદરા,10 એપ્રિલ (હિ.સ.) છત્તીસગઢનાં અમ્બિકાપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત, દેશના સર્વપ્રથમ ખેલો ઈન્ડિયા જનજાતીય ખેલ-મહોત્સવ યોજાયો હતો. તેમાં
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ કુસ્તીબાજ લીલા ચાવડાએ 68 કિ.ગ્રા.વેઈટ કેટેગરીમાં પોતાની અદ્વિતીય કુસ્તીકળાના જોરે સમગ્ર ભારતમાં તૃતીય સ્થાન મેળવી ‘બ્રોન્ઝ મેડલ મેળવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડિરેક્ટર પ્રો.(ડૉ.) રણછોડ રથવીએ જણાવ્યુ હતુ કે, આ સ્પર્ધા રાષ્ટ્રીય સ્તરના દેશના સર્વપ્રથમ ખેલો ઈન્ડિયા જનજાતીય ખેલ-મહોત્સવ જાતીય મહાકુંભમાં કુસ્તી ક્ષેત્રે વિજયી બની મેડલ મેળવ્યો હોય તેવી ગુજરાત રાજ્યની આ સૌપ્રથમ ઐતિહાસિક સિદ્ધિ છે.
લીલા ચાવડાની આ અપ્રતિમ સફળતાએ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને ગુજરાત રાજયના ખેલ જગતનું ગૌરવ અને સન્માન રાષ્ટ્રીય ફલક પર વધાર્યું છે. બહેનોની સ્પર્ધામાં આવી વિશિષ્ટ સિધ્ધિ મેળવવી ખૂબજ ગૌરવની વાત છે.
લીલા ચાવડાની આવી વિશિષ્ટ અને વિરલ સિદ્ધિ મેળવવા માટે સમગ્ર ગુજરાત અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ગૌરવ અને સન્માન વધાર્યુ છે.
લીલા ચાવડાને આવી વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મનીષ રાવલ સાહેબ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ ના ડિરેક્ટર પ્રો.(ડૉ.)રણછોડ રથવીએ અને સમગ્ર યુનિવર્સિટી પરિવારે, અભિનંદન આપ્યા હતા. લીલા ચાવડાની આવી વિશિષ્ટ સિદ્ધિ મેળવવા માટે તેના માર્ગદર્શક કુશ્તી કોચ ગૌતમ દેસાઈએ માર્ગદર્શન આપ્યુ હતું.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મનીષ રાવલ સાહેબ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ ના ડિરેક્ટર પ્રો.(ડૉ.)રણછોડ રથવીએ આ સફળતાને રાજયના ખેલાડીઓ માટે પ્રેરણારૂપ ગણાવી વિજેતા ખેલાડીના ઉજ્જવળ ભવિષ્ય માટે અનંત શુભેચ્છાઓ આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ