
સંઘપ્રદેશ, 10 એપ્રિલ (હિ.સ.) : દાદરા નગર હવેલી તથા દમણ-દીવમાં જનગણના 2027ના પ્રથમ તબક્કાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દિશામાં પ્રશાસક દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
આ તબક્કામાં એકત્ર થનારા જનસંખ્યા આધારિત આંકડા ભવિષ્યની વિકાસ યોજનાઓ અને નીતિ નિર્માણ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. પ્રશાસક દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ જનગણના પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી દાખવે અને ચોક્કસ તેમજ સંપૂર્ણ માહિતી પ્રદાન કરીને આ રાષ્ટ્રીય કાર્યમાં સહકાર આપે. જનગણનાના આ અભિયાનથી ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રોમાં યોગ્ય આયોજન અને વિકાસને પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha