વિસાવદરના નાની મોણપરી ગામે મતદારનું નામ કમી કરવા અંગેના સોશિયલ મીડિયાના સમાચાર પાયાવિહોણા : પ્રાંત અધિકારી વિસાવદરની સ્પષ્ટતા
જૂનાગઢ 10 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ હાલમાં સોશિયલ મીડિયાનાં માધ્યમથી વિસાવદર તાલુકાનાં નાની મોણપરી ગામે રામોલીયા દિનેશભાઈનું ખોટુ ફોર્મ નંબર-૭ ભરી તેઓનું નામ મતદારયાદીમાંથી કમી કરવાના સોશિયલ મીડિયામાં સમાચાર પ્રસિધ્ધ થયેલ છે. પ્રાંત અધિકારી વિસાવદર દ
વિસાવદરના નાની મોણપરી ગામે મતદારનું નામ કમી કરવા અંગેના સોશિયલ મીડિયાના સમાચાર પાયાવિહોણા : પ્રાંત અધિકારી વિસાવદરની સ્પષ્ટતા


જૂનાગઢ 10 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ હાલમાં સોશિયલ મીડિયાનાં માધ્યમથી વિસાવદર તાલુકાનાં નાની મોણપરી ગામે રામોલીયા દિનેશભાઈનું ખોટુ ફોર્મ નંબર-૭ ભરી તેઓનું નામ મતદારયાદીમાંથી કમી કરવાના સોશિયલ મીડિયામાં સમાચાર પ્રસિધ્ધ થયેલ છે. પ્રાંત અધિકારી વિસાવદર દ્વારા બી.એલ.ઓ.શ્રી, ભાગ નં.૧૮૯-નાની મોણપરી તથા મામલતદારશ્રી-વિસાવદર મારફત ખરાઇ કરાવતા ૮૭-વિસાવદર વિધાનસભાની મતદારયાદી કે તાલુકા-જિલ્લા પંચાયતની મતદારયાદીમાંથી રામોલીયા દિનેશભાઇનું નામ કમી કરવા ફોર્મ નંબર-૭ ભરાયેલ નથી. જે બાબતે બી.એલ.ઓ, ભાગ નં.૧૮૯-નાની મોણપરીએ નિવેદન આપેલ છે. દિનેશભાઈ રામોલીયા દ્વારા પોતાના નામમાં સુધારો કરવા ફોર્મ નંબર-૮ ભરાયેલ છે. જેની ખરાઇ કરવા બી.એલ.ઓ.શ્રી, ભાગ નં.૧૮૯-નાની મોણપરી તેમના ઘરે ગયેલ, તેમજ તેમનું નામ કમી કરવા માટે તેમના દ્વારા કે અન્ય દ્વારા કોઇ ફોર્મ નંબર-૭ ભરાયેલ નથી. જેથી સોશિયલ મિડીયામાં ફેલાયેલ આ બાબતનાં સમાચાર પાયા વિહોણા છે. તેમ પ્રાંત અધિકારી વિસાવદરની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande