“મિશન મિલાપ”: ઉમરગામ પોલીસની સતર્કતાથી મેળામાં ખોવાયેલી બાળકી પરિવાર સાથે કલાકોમાં મળી
વલસાડ , 10 એપ્રિલ (હિ.સ.) ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોળસુંબા ગામ ખાતે ગંગાદેવી માતાજીના મંદિર પરિસરમાં લોકમેળાનું આયોજન ચાલી રહ્યું છે. આ મેળામાં એક નાની બાળકી ખોવાયેલી હાલતમાં મળી આવી હતી. બાળકી પોતાની ઓળખ કે માતા-પિતાની માહિતી આપી શકતી
ઉમરગામ પોલીસે મેળામાં ખોવાયેલી બાળકીનો પરિવાર સાથે સફળતાપૂર્વક મિલાપ કરાવ્યો.


વલસાડ , 10 એપ્રિલ (હિ.સ.) ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોળસુંબા ગામ ખાતે ગંગાદેવી માતાજીના મંદિર પરિસરમાં લોકમેળાનું આયોજન ચાલી રહ્યું છે. આ મેળામાં એક નાની બાળકી ખોવાયેલી હાલતમાં મળી આવી હતી. બાળકી પોતાની ઓળખ કે માતા-પિતાની માહિતી આપી શકતી ન હોવાથી ઘટના ગંભીર માનવામાં આવી હતી.

આ ઘટનાને પગલે ઉમરગામ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ઉમરગામ ટાઉન, પ્રગતિનગર અને ગાંધીવાડી વિસ્તારમાં બાળકીના માતા-પિતાની શોધખોળ શરૂ કરવામાં આવી. સતત પ્રયાસો બાદ ગણતરીના કલાકોમાં બાળકીના વાલી-વારસ મળી આવતા, બાળકીનો સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો હતો.

આ કામગીરીને કારણે ઉમરગામ પોલીસની પ્રશંસા થઈ રહી છે અને ‘મિશન મિલાપ’ અંતર્ગત ઝડપી અને સંવેદનશીલ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande