વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં એકનું ઘટના સ્થળે જ મોત
વડોદરા, 10 એપ્રિલ (હિ.સ.) : વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં એકનું ઘટના સ્થળે જ મોત થયું. વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં એક વ
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં એકનું ઘટના સ્થળે જ મોત


વડોદરા, 10 એપ્રિલ (હિ.સ.) : વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં એકનું ઘટના સ્થળે જ મોત થયું. વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે એકને ઈજા થઈ છે. બસ વ્યવહાર ખોરવાયો છે.

બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને અન્ય કોઈ ફસાયેલું છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.

બસોનો રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યો. બસોને સ્ટેશન બહારથી જ અન્ય રૂટ પર મોકલવામાં આવી રહી છે.

ઘટના સ્થળે 108ની ચાર ટીમ પહોંચી, એકનું મોત એક ઘાયલ અમિત ચૌધરી ફાયર ઓફિસર.રેસ્કયું માટે પોલીસ ફાયરના ધાડે ધાડા ઉતર્યા. મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande