
વાપી , 10 એપ્રિલ (હિ.સ.) વાપી બોરડી ફળિયામાં આવેલ જય બરમદેવ બાપાના મંદિરમાં નવમા પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.
તા. 10 એપ્રિલ 2026ના રોજ સવારે પૂજન વિધિ સંપન્ન થઈ હતી, જ્યારે બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન નવયુવક મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ભક્તો માટે સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો.
સ્થાનિક તેમજ આસપાસના વિસ્તારોમાંથી ઉમટી પડેલા ભક્તોએ શ્રદ્ધાભાવે ભાગ લઈ આ પાવન અવસરનો ભરપૂર લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha