વાપીના છીરીમાંથી ૨૪ વર્ષીય યુવાન ગુમ, પોલીસ દ્વારા શોધખોળ તેજ
વાપી, 10 એપ્રિલ (હિ.સ.) વાપીના છીરી વિસ્તારમાં આવેલ ખોડિયાર નગરમાં રહેતો ૨૪ વર્ષીય સુમિત અનિલભાઈ ફલકે અચાનક ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, સુમિત તા. 03 એપ્રિલની સવારે ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હતો અને ત્યારથી ત
ગુમ થયેલ સુમિત ફલકે


વાપી, 10 એપ્રિલ (હિ.સ.) વાપીના છીરી વિસ્તારમાં આવેલ ખોડિયાર નગરમાં રહેતો ૨૪ વર્ષીય સુમિત અનિલભાઈ ફલકે અચાનક ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, સુમિત તા. 03 એપ્રિલની સવારે ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હતો અને ત્યારથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.પરિવારજનો દ્વારા શક્ય તમામ જગ્યાએ શોધખોળ કરવા છતાં સુમિત અંગે કોઈ માહિતી મળી નથી. ગુમ થયેલા સુમિત ફલકે એ શરીરે કાળા રંગની ટી-શર્ટ અને કાળા રંગનો નાઈટ પેન્ટ પહેરેલો હતો. તે પાતળા બાંધાનો, ઘઉવર્ણ અને અંદાજે પાંચ ફૂટ છ ઇંચ ઊંચાઈ ધરાવે છે. સુમિતને ગુજરાતી અને હિન્દી ભાષાનો જ્ઞાન છે.આ બનાવ અંગે ડુંગરા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે અને પોલીસે સુમિતની શોધખોળ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande