
જામનગર, 10 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામે યુવાન ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો કિસ્સો નોંધાયો છે. જે મામલે મહિલા સહિત 3 સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કાલાવડ તાલુકાના દાવલી ગામે રહેતા વનરાજભાઇ રવજીભાઇ ચાવડા (ઉ.વ.38) એ આરોપી સુરેશભાઇ વાલાભાઇ મકવાણા, હંસાબેન સુરેશભાઇ મકવાણા અને નાનજીભાઇ દેવશીભાઇ મકવાણા (રહે.બધા નાની ભગેડી ગામ તા.કાલાવડ) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા અનુસાર ફરિયાદી પોતાની દિકરી આશાબેનને નાની ભગેડી ગામે સ્કુલે મુકવા ગયા હતા. આ વેળાએ સુરેશભાઇ વાલાભાઇ મકવાણા અને હંસાબેન સુરેશભાઇ મકવાણા ત્યા આવી અને ફરિયાદીને કહ્યું કે તુ અમારા સામુ કેમ જોશ? બાદમાં બંને એ બોલાચાલી કરી ભુંડી ગાળો આપી હતી.
એટલું જ નહીં આરોપી સુરેશે ફરિયાદીને માથામા અને પગમાં લાકડાના ધોકાનો ઘા ઝીંકી લીધો હતો.બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાછળથી નાનજીભાઇએ આવીને ફરિયાદીને કહ્યું કે બીજી વાર તેમના કાકા કે અમોને વચ્ચે આવીશ તો સારાવાટ નહી રહે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt