
વાપી, 12 એપ્રિલ (હિ.સ.) વાપી નજીક ભાનુ હિલ્સ વિસ્તારમાં આજે વહેલી સવારે એક દુર્ઘટનાજનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઈક સવારનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું।
મળતી માહિતી મુજબ, રોડ પર ડામર ઢાંકવા માટે છાંટવામાં આવેલી ધૂળના કારણે બાઈક સવારનું સંતુલન બગડતાં તે સ્લિપ થઈ ગયો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલી અમૂલ કંપનીની ટેમ્પો (નંબર: DD03 Q9014)એ બાઈક સવારને કચડી નાખ્યો હતો।
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના બાદ ટેમ્પો ચાલક વાહન મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે।
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલ મૃતકની ઓળખ તેમજ ટેમ્પો ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે।
નોંધનીય છે કે, રોડ પર બેદરકારીથી છાંટવામાં આવતી ધૂળ અને સલામતીના અભાવને કારણે આવા અકસ્માતો વધી રહ્યા છે, જે અંગે તંત્રએ ગંભીરતાથી પગલાં લેવા જરૂરી બન્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha