અમરેલી કોંગ્રેસમાં મોટું ગાબડું: NSUI પ્રમુખ સાહિલ શેખ ભાજપમાં જોડાતા જ મળી ટિકિટ
અમરેલી, 12 એપ્રિલ (હિ.સ.) : ચૂંટણી પૂર્વે અમરેલી જિલ્લાના રાજકારણમાં અચાનક ગરમાવો વધ્યો છે. જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો આપતા NSUIના જિલ્લા પ્રમુખ સાહિલ શેખે પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસ છોડીને સીધો જ બીજેપીનો ખેસ
અમરેલી કોંગ્રેસમાં મોટું ગાબડું: NSUI પ્રમુખ સાહિલ શેખ ભાજપમાં જોડાતા જ મળ્યો ટિકિટ


અમરેલી, 12 એપ્રિલ (હિ.સ.) : ચૂંટણી પૂર્વે અમરેલી જિલ્લાના રાજકારણમાં અચાનક ગરમાવો વધ્યો છે. જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો આપતા NSUIના જિલ્લા પ્રમુખ સાહિલ શેખે પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસ છોડીને સીધો જ બીજેપીનો ખેસ ધારણ કર્યો છે.

સાહિલ શેખના આ નિર્ણયથી સ્થાનિક કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચ્યો છે. ખાસ કરીને યુવા વર્ગમાં તેની અસર જોવા મળી રહી છે, કારણ કે તેઓ NSUI સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. ભાજપે પણ તરત જ રાજકીય ચાલ ચલતાં સાહિલ શેખને નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે, જેને કારણે રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારની શક્યતા ઊભી થઈ છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ચૂંટણી પહેલા આવું ફેરફાર મતદારો પર સીધી અસર કરી શકે છે. કોંગ્રેસ માટે આ મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે, જ્યારે ભાજપ માટે આ એક મજબૂત વ્યૂહાત્મક પગલું સાબિત થઈ શકે છે.

આ સમગ્ર ઘટનાએ અમરેલી જિલ્લામાં ચૂંટણીનો માહોલ વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બનાવી દીધો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande